તમે કેટલાક જાદુગરને જાદુથી કોઇ પણ વસ્તુઓને ગુમ કરતા
અને કોઇ પણ વસ્તુને હવામાં પણ ઉડાડતા દેખ્યા હશે. જો કે
તમારુ મન પણ આવુ કંઇ કરવા માટે ઇચ્છે છે પરંતુ તમે તે
કરી શકતા નથી. હવે, આ રીતનુ દૃશ્ય તમે ઘરમાં કે
ઓફિસમાં પણ જોઇ શકો છો. આ હવામાં તરતુ માઉસ છે
પરંતુ
આ જાદુ નથી વિજ્ઞાન છે. એક કિબાર્ડિનડિઝાઇન સ્ટુડિયોએ
‘બેટ’ નામનુ એક વાયરલેસ કોમ્પ્યુટર માઉસ બનાવ્યુ છે જેમાં
ચુંબકીય રિંગ છે જે કારણથી તે હવામાં તરતુ રહે છે.
આ લોકોમાં નર્વ નુકસાન તેમજ હેન્ડ્સ ડિસફંક્શન રોકવામાં
મદદ કરે છે. આ માઉસ પેડથી 40 મિલીમીટર ઉપર તેની
તાકાત પર હવામાં તરતુ રહે છે. તમે જયારે આને પકડશો
ત્યારે તમારા હાથના વજનના કારણે તે 10 મિલીમીટર ઉપર
ફ્લોટ કરશે. આ પ્રોડક્ટ ટેસ્ટિંગ ફેઝમાં છે પરંતુ અત્યારથી
લોકોનુ ધ્યાન તે તેની તરફ ખેંચી રહ્યુ છે. બ્લેક અને વ્હાઇટ
એમ બંન્ને રંગોમાં તે જોવા મળશે.
0 comments:
Post a Comment